હલમાંજ એક માહિતી મળી રહી છે અને આ મુજબ ગૃહ મંત્રી અમિત શાહ હવે ઉંઝાનાં યજ્ઞમાં હાજરી નહીં આપી શકે તેમ લાગી રહ્યું છે.અહીં એવું કહેવાય છે કે હાર્દિક પટેલે કરેલી વાતો થી ગૃહ મંત્રી ડરે ગયાં છે.તો આવો જાણી લઈએ શું છે હકીકત.પરંતુ એ પેહલાં જાણી લઈએ શું કહ્યું હતું હાર્દિક પટેલ એ અમિત શાહ ની વિરુદ્ધમાં.આવનારી તારીખ 18થી ઉંઝામાં ભવ્ય હવનની શરૂઆત થવાની છે ત્યારે અહીં આ પ્રસંગે એ હાર્દિક પટેલ અને અમિત શાહ એક સાથે ભેગા થઈ શકે છે.ઉંઝાં ઉમિયા માતાના મંદિરે યોજાનારા હવનમાં અમિત શાહ પણ હાજર રહેશે.જેથી તેમની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જોકે પાટીદાર સમાજ એ સુરક્ષાની જવાબદારી ઉઠાવી હતી.પાટીદાર સમાજના આ આયોજનમાં રાજ્ય સરકાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે.જોકે આ હવનમાં હાર્દિક પટેલ પણ પ્રથમ અને ત્રીજા દિવસે આવવાના છે અને તેમણે પાટલામાં યજમાન તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.ત્યારે અમિત શાહ પણ પ્રથમ અને ત્રીજા દિવસે આવવાના છે ત્યારે બંને અલગ અલગ પક્ષનાં નેતાઓ વચ્ચે કાઈ થાય નહીં તે માટે કળી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.અહીં સૌથી અગત્ય ની વાત એ થઈ છે થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું જેનાથી આ સમગ્ર મામલો વધારે ઉગ્ર બન્યો હતો.આવો જાણી લઈએ આ મામલે હાર્દિક પટેલ એ સુ કહ્યું હતું.
મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે.આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે.ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી અપલોડ કરીને ઉશ્કેરણી કરી છે.જેમાં લખવામાં આવ્યું છે કે મા અમે તૈયાર છીએ.તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું ત્યારે અહીં આ કાર્યક્રમમાં અમિત શાહ પણ આવવા ના છે જે ને લઈને આ મુદ્દો ઘણો ઉશ્કેરાયો હતો.પાટીદાર નવ યુવાનોમાં ઘણો રોસ જોવા મળ્યો છે.
જોકે અહીં હાર્દિક પટેલ દ્વારા અમિત શાહ કે અન્ય કોઈ વ્યક્તિઓ પર સીધો પ્રહાર નથી કરાયો પરંતુ આમ છતાં પણ આ સૌને ધ્યાનમાં રાખીને શાહની સિક્યુરિટીમાં વધારો કરી દેવાયો હતો.આમ હાર્દિકે શાંતિમાં પલિતો ચંપાય ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા હતા તે રીતે ફરી એકવાર રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
જોકે હાર્દિક પટેલ એ કોઈ પણ રીતે આંદોલન માટે અથવાતો યુવાનોને ઉશ્કેરવાનું કામ નથી કર્યું પરંતુ અહીં કેહવાય છે કે અમુક વિચિત્ર લોકોએ ખોટી રીતે આ વાત ને ફેલાવવાની કોશિશ કરી હતી.અહીં એવું કહેવાય છેકે અનામત આંદોલન વખતે હાર્દિક નું અનામત માંગવું ખોટું નહતું પરંતુ અનામત માંગવાનો રસ્તો ખોટો હતો તેવું ઘણાં સમાજ નાજ લોકો નું કહેવું હતું.ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેર્યા હતા.ગુજરાતમાં તોફાનો થયા અને ૧૪ જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.
ત્યારે આ લોકો ને યાદ કરતાં હાર્દિક પટેલ એ એક પોસ્ટ મૂકી હતી જેને લોકોએ ખોટાં વિચારવાળી પોસ્ટ ગણાવી લોકોને જણાવ્યુંકે હાર્દિક પટેલ સહિત નાં કાર્યકરો કંઈક ઊંધું કરી રહ્યાં છે જોકે તેવું કાઈ હતુંજ નહીં.પરંતુ આવું કાઈ હતુંજ નહીં.હાર્દિક પટેલ દ્વારા અમિત શાહ ને કોઈ પણ રીતનો સીધો પ્રહાર કરાયો હતો નહીં.ત્યારે આવાત તો હતી લોકો દ્વારા કરવામાં આવેલ જુઠાણું ની સત્ય હકીકત હવે જાણી લઈએ અમિત શાહ નો આ પ્રવાસ શા માટે રદ્દ થયો હોય તેમ લાગી રહ્યું છે.અથવા શા માટે રદ થઈ શકે.આવો જાણી લઈએ.પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધના પગલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.નાગરિક સંશોધન એક્ટને પગલે છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે.જેના ચલતે અમિત શાહ ગુજરાત દોરો રદ કરી શકે છે તેવું કહેવું છે. પરંતુ હજી તે ફાઇનલ થયું નથી.


0 comments: