Thursday, December 19, 2019

રોજીંદા જીવનમાં કરો છો આ વસ્તુઓનું સેવન તો હાડકા થઇ જશે નબળા, ચેતી જજો નહીંતર…


ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા હાડકાઓ માટે યોગ્ય હોતી નથી. તે વસ્તુઓથી તમારા હાડકાઓ કમજોર થઇ જાય છે. મજબૂત હાડકા માટે શરીરમાં કેલ્શ્યિમનું પ્રમાણ યોગ્ય હોવું ખૂબ જરૂરી હોય છે. તેની ઉણપના કારણે સાંધાનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ જેવી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. વધતી ઉંમરની સાથે તો આ સમસ્યા થવા લાગે છે. સાથે જ ઉંમરથી પહેલા સમસ્યા થવા લાગે છે. તેના ઇલાજ માટે લોકો દવાઓના સેવન કરવા લાગે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારા દ્વારા ખાવામાં આવેલા કેટલાક આહાર પણ કેલ્શ્યિમના પ્રમાણને કમજોર બનાવી દેતા હોય છે. આ આહાર અંગે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

– જરૂરિયાતથી વધારે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં રહેલા કેલ્શ્યિમ ધીમે-ધીમે ઓછું થવા લાગે છે. આજ કારણ છે કે જે લોકો વધારે કોલ્ડ ડ્રિંક્સ, સોડા, ફ્લેવર્ડ જ્યૂસ સહિત લે છે. તેમના હાડકા કમજોર થઇ જાય છે.

– બ્રેડ, કેક અને અન્ય બેકરી ફૂ્ડ્સ ખાવા વધારે લોકોને પસંદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ખાવામાં ટેસ્ટી ફૂડ્સ હાડકાઓને અંદરથી ખોખલા કરી દે છે. જેનાથી વ્યક્તિ ઓસ્ટિયોપોરોસિસનો શિકાર થઇ જાય છે.
– દૂધ, ઇંડાનું સેવન કરવું આમ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ રોજ તેને ખાવાથી નુકસાન થાય છે. હાલમાં જ એક શોધમાં માલૂમ પડે છે કે જે લોકો રોજ નોનવેજનું સેવન કરે છે તે લોકોને હાડકાની બીમારીની સંભાવના લોકોથી 3-4 ગણી વધી જાય છે.
– ચોકલેટ ખાવથી પણ હાડકા કમજોર થઇ જાય છે તેમા રહેલા ઓકસેલેટ કેલ્શ્યિમ અને શુગરને શોષી લે છે, જે હાડકા માટે ખતરનાક હોય શકે છે.
– ચો – કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. જરૂરિયાતથી વધારે આ બન્નેનું સેવન કરવાથી કેલ્શ્યિમ ઓછું થવા લાગે છે. જેનાથી હાડકા અને સ્નાયુઓ ધીમે-ધીમે કમજોર થવા લાગે છે

0 comments: