Thursday, December 19, 2019

CAA અને NRCના વિરોધમાં મેદાનમાં આવ્યા બોલિવૂડ સ્ટાર્સ, જાણો કોણે શુ કહ્યું?


દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે મુંબઇમાં પણ આ કાયદાને લઇને બે પ્રદર્શન થયાય એક પ્રદર્શન તે લોકો દ્વારા કરવામાં આવ્યું જે નાગરિકતા કાયદાના પક્ષમાં છે. તો બીજું પ્રદર્શન એવા લોકોએ કર્યું જે આ કાયદાની વિરુદ્ધમાં છે. આ પ્રદર્શન રેલીને મુંબઇના અગસ્ત ક્રાંતિ મેદાનમાં આયોજીત કરવામાં આવ્યું. જેમા ફરહાન અખ્તરથી લઇને જોયા અખ્તર, હુમા કુરેશી અને સુશાંતસિંહ સામેલ છે.
જણાવી દઇએ કે આ રેલીમાં સામેલ થવા માટે ફરહાને ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરશે. જેમા મોટી સંખ્યામાં લોકો અગસ્ટ ક્રાંતિ મેદાનમાં પહોંચ્યા, જેને જોતા મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી.

–– ADVERTISEMENT ––

અનુરાગે દેખાવકારોના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું, કોઈને એટલાં પણ ના ડરાવો કે તે ડરવાનું જ બંધ કરી દે.
કમલ હસને બેંગલુરુમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે રામચંદ્ર ગુહા, યોગેન્દ્ર યાદવ જેવા વ્યક્તિની અટકાયત કરીને સત્યાગ્રહની આગ લગાવવાની સરકારની મૂર્ખતા પર આનંદ અનુભવું છું. જોકે, મને તેમની સલામતીની ચિંતા છે. ભારત તેમની સાથે છે.
સોની રાઝદાને કહ્યું હતું કે હાલમાં તેઓ પંજાબમાં શૂટિંગ કરતાં હોવાથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં પરંતુ તે દેખાવકારોની સાથે છે.
હુમા કુરૈશીએ કહ્યું હતું, વિશ્વ જોઈ રહ્યું છે. ભારત નરેન્દ્ર મોદી તથા અમિત શાહનો વિરોધ કરી રહ્યું છે. અમને ચૂપ કરવાનો પ્રયાસ ના કરો.
શબાના આઝમીએ મલ્ટીપલ વીડિયો શૅર કર્યાં છે, જેમાં તેઓ પતિ જાવેદ અખ્તર તથા પિતા કૈફીની કવિતાઓ બોલે છે.
પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી હતી, આપણું સપનું છે કે દરેક બાળકને શિક્ષણ મળે. શિક્ષણ એ છે, જે તેમને સ્વતંત્ર રીતે વિચારવાની તાકત આપે છે. આપણે તેમનો પોતાનો અવાજ હોય તે માટે મોટા કર્યાં છે. આ લોકશાહીમાં શાંતિથી વિરોધ કરવો અને હિંસા સાથે ભળી જવું એ ખોટું છે. દરેક અવાજ દેશને બદલવા માટે કામ કરશે અને દરેક અવાજની ગણતરી થશે.

0 comments: