Friday, December 20, 2019

ભાજપ માં વાઘાણી સહીત આ કદાવર નેતાઓના વળતાં પાણી, અમિત શાહ એ જાહેરકર્યું આ નેતાઓનું નામ – જાણો કોણ કોણ છે લિસ્ટમાં


આપણે સૌ જાણીએ છે કે હાલમાંજ થોડા દિવસો પેહલા ગુજરાત માં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને ધરી બેઠકો પાર જીત મળી નહતી ત્યારે આ હાર ને લઈને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નું રાજકારણ ખતરામાં આવી ગયું છે.

મળતી નવી માહિતી મુજબ વાઘાણી સહીત બીજા પણ ઘણા નેતાનું રાજકારણ ખતરામાં છે. પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ગુમાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી ભારોભાર નારાજ થયાં છે. 31મી ઓકટોબરની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા હતાં.

જયાં તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટપણે જોવા મળી હતી.હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, સંગઠનમાં ભાજપ મોટા ફેરફાર કરી શકે છે. જીતુ વાઘાણીનું પત્તુ કપાય તેવી હવા છે.અમિત શાહે તો રીતસરનો વાઘાણીનો ઉઘડો લઇ લીધો હતો. હવે મોદીએ પણ વાઘાણી સામે સ્પષ્ટ નારાજગી દર્શાવતાં તેમનાં વળતાં પાણી નક્કી છે. અમિત શાહની નારાજગીનું સૌથી મોટુ કારણ પ્રદિપસિંહ જાડેજાની આગેવાની પણ છે.

બાયડ અને રાધનપુર બેઠકની જવાબદારી કોઈને પણ ન સોંપતાં અમિત શાહે સ્પેશ્યલ પ્રદિપસિંહને આ જવાબદારી સોંપી હતી. હાલમાં પ્રદિપસિંહ જાડેજા એ શાહ અને મોદીના અંગત વિશ્વાસુમાંના એક છે. ગુજરાતમાં શાહ પ્રદિપસિંહ પર મોટો ભરોસો કરે છે. જેઓની આગેવાની હેઠળ આ બે સીટો ગુમાવવાનો વારો આવતાં અમિત શાહ તેમની પર પણ ભારે નારાજ થયા છે.

આ ઉપરાંત કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણીથી ય મુખ્યમંત્રીથી માંડીને ભાજપના બધાય નેતાઓને અળગાં રાખવામાં આવ્યા હતાં. પેટાચૂંટણીના પરિણામોને પગલે હવે ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થાય તેમ ભાજપના કાર્યકરોમાં જ ગણગણાટ છે. ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને ચોકાવ્યું છે કેમકે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ય ભાજપના ધાર્યુ પરિણામ આવી શક્યુ નથી. તેમાય ગુજરાતમાં ય ત્રણ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે.

વડાપ્રધાનના હોમ ગ્રાઉન્ડમાં જ પેટાચૂંટણીના પરિણામો વિપરીત આવ્યાં છે જેના કારણે નરેન્દ્ર મોદી પ્રદેશ નેતાગીરીથી માંડીને સરકારના મંત્રીઓથી ખફા છે. 31મી પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા હતાં ત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પણ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે નજર સુદ્ધાં મિલાવી ન હતી. વડાપ્રધાનની બોડી લેંગ્વેજ જાણે ઘણુ બધુ કહી દીધુ હતું જે ભાજપના કાર્યકરોમાં જ ચર્ચાનો વિષય બન્યો હતો.

હવે પ્રમુખપદેથી જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત મનાય છે. દિવાળીના દિવસો જ અમદાવાદની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો સરકીટ હાઉસમાં બેઠક યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો રીતસરનો ઉઘડો લીધો હતો.


પેટાચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠકની જવાબદારી ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાને શીરે હતી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભારોભાર નારાજ છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રી, ભાજપના નેતાઓને દૂર રખાયાં હતાં.

આ વાત ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. સૂત્રોના મતે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ એનેક્સી ખાતે વડાપ્રધાનની એક બેઠકનુ આયોજન કરાયુ હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સંગઠનના પદાિધકારીઓ સાથે ચર્ચા કરવા આયોજન કરાયું હતું. જે છેલ્લી ઘડીએ રદ કરાયું હતું. આમ, પેટાચૂંટણીના પરિણામોના પડઘાં પડયાં છે. વડાપ્રધાન પણ ગુજરાતના નેતાઓથી નાખુશ છે. પેટાચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના નેતાઓ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમના બહાને શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપ હાઇકમાન્ડે શંકર ચૌધરીને ટીકીટ આપી ન હતી.આખરે ચૌધરી મતદારો નારાજ થયાં હતાં જેના કારણે ભાજપે રાધનપુર,થરાદ બેઠક ગુમાવવી પડી હતી. અલ્પેશ ઠાકોરની હાર થતાં હવે શંકર ચૌધરીને મોકળુ મેદાન મળ્યુ છે. આ જોતાં શંકર ચૌધરીએ વાવમાં દિવાળી સ્નેહ મિલન યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું તેમાં અલ્પેશ ઠાકોરને આમંત્રણ સુધૃધાં અપાયુ ન હતું.

એટલુ જ નહીં, શંકર ચૌધરીએ હવે સ્નેહમિલન થકી ભાજપની પ્રદેશ નેતાગીરીને એવો આડકતરો સંદેશો આપ્યો છેકે, ચૌધરી મતદારો શું કરી શકે છે. આમ, ઉત્તર ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામો બાદ આંતરિક ખેંચતાણ વધી છે કેમકે, થરાદ બેઠક હારી જતાં સાંસદ પરબત પટેલથી હાઇકમાન્ડ નારાજ થયું છે.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોર હારી જતાં મંત્રી દિલિપ ઠાકોર સહિતના નેતાઓની ખુશીનો પાર રહ્યો નથી અગાવ
પણ જયારે અમિત શાહગુજરાત માં આવ્યા હતા ત્યાર પેટાચૂંટણી માં હાર મેળવનાર ઉમેદવારો ના મનમાં ફફડાટ હતી જે હવે હકીકત રૂપે બહાર આવી છે અને વાઘાણી સહીત અન્ય નેતાઓનું રાજકારણ ખતરામાં દેખાઈ રહ્યું છે.

Thursday, December 19, 2019

રોજીંદા જીવનમાં કરો છો આ વસ્તુઓનું સેવન તો હાડકા થઇ જશે નબળા, ચેતી જજો નહીંતર…


ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા હાડકાઓ માટે યોગ્ય હોતી નથી. તે વસ્તુઓથી તમારા હાડકાઓ કમજોર થઇ જાય છે. મજબૂત હાડકા માટે શરીરમાં કેલ્શ્યિમનું પ્રમાણ યોગ્ય હોવું ખૂબ જરૂરી હોય છે. તેની ઉણપના કારણે સાંધાનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ જેવી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. વધતી ઉંમરની સાથે તો આ સમસ્યા થવા લાગે છે. સાથે જ ઉંમરથી પહેલા સમસ્યા થવા લાગે છે. તેના ઇલાજ માટે લોકો દવાઓના સેવન કરવા લાગે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારા દ્વારા ખાવામાં આવેલા કેટલાક આહાર પણ કેલ્શ્યિમના પ્રમાણને કમજોર બનાવી દેતા હોય છે. આ આહાર અંગે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

– જરૂરિયાતથી વધારે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં રહેલા કેલ્શ્યિમ ધીમે-ધીમે ઓછું થવા લાગે છે. આજ કારણ છે કે જે લોકો વધારે કોલ્ડ ડ્રિંક્સ, સોડા, ફ્લેવર્ડ જ્યૂસ સહિત લે છે. તેમના હાડકા કમજોર થઇ જાય છે.

– બ્રેડ, કેક અને અન્ય બેકરી ફૂ્ડ્સ ખાવા વધારે લોકોને પસંદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ખાવામાં ટેસ્ટી ફૂડ્સ હાડકાઓને અંદરથી ખોખલા કરી દે છે. જેનાથી વ્યક્તિ ઓસ્ટિયોપોરોસિસનો શિકાર થઇ જાય છે.
– દૂધ, ઇંડાનું સેવન કરવું આમ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ રોજ તેને ખાવાથી નુકસાન થાય છે. હાલમાં જ એક શોધમાં માલૂમ પડે છે કે જે લોકો રોજ નોનવેજનું સેવન કરે છે તે લોકોને હાડકાની બીમારીની સંભાવના લોકોથી 3-4 ગણી વધી જાય છે.
– ચોકલેટ ખાવથી પણ હાડકા કમજોર થઇ જાય છે તેમા રહેલા ઓકસેલેટ કેલ્શ્યિમ અને શુગરને શોષી લે છે, જે હાડકા માટે ખતરનાક હોય શકે છે.
– ચો – કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. જરૂરિયાતથી વધારે આ બન્નેનું સેવન કરવાથી કેલ્શ્યિમ ઓછું થવા લાગે છે. જેનાથી હાડકા અને સ્નાયુઓ ધીમે-ધીમે કમજોર થવા લાગે છે

હાર્દિક પટેલ નહીં જઈ શકે ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં.. જાણો કેમ


પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ઊંઝા ખાતે તેઓના કુળદેવી ઉમિયા માતાના ધામમાં લક્ષચંડી યજ્ઞમાં પાટલો નોંધાવ્યો હતો. હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલ લક્ષચંડી યજ્ઞમાં બેસવાના હતા.
જો કે હાર્દિક પટેલને જયારે જામીન મળી ત્યારે કોર્ટે તેઓને મહેસાણા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવી હતી. આથી હાર્દિક પટેલ છેલ્લા ૨ વર્ષથી મહેસાણા જિલ્લામાં પ્રવેશ્યા નથી. ત્યારે  આગામી તારીખ 15 થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં યોજાનારા ઉમિયા માતાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી મંજૂરી માગતી અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિસનગર કેસમાં કોર્ટે હાર્દિક પટેલના મહેસાણામાં પ્રવેશ પર રોક લગાવી છે.
હાર્દિક પટેલની આ અરજી હાઈકોર્ટે ફગાવતા હવે તે લક્ષચંડી યજ્ઞમાં ઉપસ્થિત નહીં રહી શકે જયારે કે તેમના પત્ની કિંજલ પટેલ આ યજ્ઞમાં જોડાશે. આ અંગે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે મહેસાણા જીલ્લામા અમારી કુળદેવીના મંદિરના ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞ છે. આ મહાયજ્ઞમા મારે મારા પતિ સાથે બેસવાનું હતું પરંતુ ભાજપ સરકારે હાર્દિકને મહેસાણા જીલ્લામા ફરમાવેલી પ્રવેશબંધી કરીને મહાયજ્ઞમા સામેલ થતા રોક્યા છે. તેથી હું એકલી કુળદેવીના ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞમા સામેલ થઈ છું.

અગાઉ હાર્દિક પટેલે પણ આ અંગે કહ્યું હતું કે, ”પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી- ઉંઝા સંસ્થા દ્વારા તારીખ ૧૮ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર સુધી ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. આ લક્ષચંડી યજ્ઞ માં સમગ્ર ભારતમાંથી માં ઉમિયાના ભાવીભક્તો ઉપસ્થિત રહેવાના છે.

આ લક્ષચંડી મહાયજ્ઞમાં હું એટલે કે હાર્દિક કુમાર ભરતભાઈ પટેલ યજમાન તરીકે જોડાયો છું. પરંતુ સરકારની કિન્નાખોરીના કારણે છેલ્લા ચાર વર્ષથી મહેસાણા જિલ્લા માં મને પ્રવેશ ના મળતો હોવાથી આ મહાયજ્ઞ માં હું જોડાઈ શકું તેમ નથી, અને મારી ધાર્મિક લાગણીઓને દુભાવાનું કામ સરકાર કરી રહી છે.

માતાજીના કામ માં ઘણા વિઘ્નો આવે છે પરંતુ હું અને મારુ પરિવાર હાર માનવાના નથી. લક્ષચંડી મહાયજ્ઞ ના યજમાન બન્યા હોવાથી અમારે યજમાન તરીકે હાજર રહેવું ખુબ જ જરૂરી છે. તેવા સંજોગમાં મેં તથા મારી ધર્મપત્ની કિંજલ પટેલે નક્કી કર્યું છે કે લક્ષચંડી મહાયજ્ઞ માં મારી ધર્મપત્ની કિંજલ પટેલ મારા નામનું શુભ અને ધાર્મિક કુંભ લઈને મહાયજ્ઞ ના યજમાન બની રહેશે. મારી હાજરી શુભ અને ધાર્મિક કુંભ બનશે. જય માં ઉમિયા.

CAA અને NRCના વિરોધમાં મેદાનમાં આવ્યા બોલિવૂડ સ્ટાર્સ, જાણો કોણે શુ કહ્યું?


દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે મુંબઇમાં પણ આ કાયદાને લઇને બે પ્રદર્શન થયાય એક પ્રદર્શન તે લોકો દ્વારા કરવામાં આવ્યું જે નાગરિકતા કાયદાના પક્ષમાં છે. તો બીજું પ્રદર્શન એવા લોકોએ કર્યું જે આ કાયદાની વિરુદ્ધમાં છે. આ પ્રદર્શન રેલીને મુંબઇના અગસ્ત ક્રાંતિ મેદાનમાં આયોજીત કરવામાં આવ્યું. જેમા ફરહાન અખ્તરથી લઇને જોયા અખ્તર, હુમા કુરેશી અને સુશાંતસિંહ સામેલ છે.
જણાવી દઇએ કે આ રેલીમાં સામેલ થવા માટે ફરહાને ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરશે. જેમા મોટી સંખ્યામાં લોકો અગસ્ટ ક્રાંતિ મેદાનમાં પહોંચ્યા, જેને જોતા મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી.

–– ADVERTISEMENT ––

અનુરાગે દેખાવકારોના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું, કોઈને એટલાં પણ ના ડરાવો કે તે ડરવાનું જ બંધ કરી દે.
કમલ હસને બેંગલુરુમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે રામચંદ્ર ગુહા, યોગેન્દ્ર યાદવ જેવા વ્યક્તિની અટકાયત કરીને સત્યાગ્રહની આગ લગાવવાની સરકારની મૂર્ખતા પર આનંદ અનુભવું છું. જોકે, મને તેમની સલામતીની ચિંતા છે. ભારત તેમની સાથે છે.
સોની રાઝદાને કહ્યું હતું કે હાલમાં તેઓ પંજાબમાં શૂટિંગ કરતાં હોવાથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં પરંતુ તે દેખાવકારોની સાથે છે.
હુમા કુરૈશીએ કહ્યું હતું, વિશ્વ જોઈ રહ્યું છે. ભારત નરેન્દ્ર મોદી તથા અમિત શાહનો વિરોધ કરી રહ્યું છે. અમને ચૂપ કરવાનો પ્રયાસ ના કરો.
શબાના આઝમીએ મલ્ટીપલ વીડિયો શૅર કર્યાં છે, જેમાં તેઓ પતિ જાવેદ અખ્તર તથા પિતા કૈફીની કવિતાઓ બોલે છે.
પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી હતી, આપણું સપનું છે કે દરેક બાળકને શિક્ષણ મળે. શિક્ષણ એ છે, જે તેમને સ્વતંત્ર રીતે વિચારવાની તાકત આપે છે. આપણે તેમનો પોતાનો અવાજ હોય તે માટે મોટા કર્યાં છે. આ લોકશાહીમાં શાંતિથી વિરોધ કરવો અને હિંસા સાથે ભળી જવું એ ખોટું છે. દરેક અવાજ દેશને બદલવા માટે કામ કરશે અને દરેક અવાજની ગણતરી થશે.

અમિત શાહ નહીં આવે ઉંઝામાં,લોકોનું કહેવું છે કે શાહ હાર્દિકથી ડરી ગયાં,જાણો શું છે સાચું કારણ.


હલમાંજ એક માહિતી મળી રહી છે અને આ મુજબ ગૃહ મંત્રી અમિત શાહ હવે ઉંઝાનાં યજ્ઞમાં હાજરી નહીં આપી શકે તેમ લાગી રહ્યું છે.અહીં એવું કહેવાય છે કે હાર્દિક પટેલે કરેલી વાતો થી ગૃહ મંત્રી ડરે ગયાં છે.તો આવો જાણી લઈએ શું છે હકીકત.પરંતુ એ પેહલાં જાણી લઈએ શું કહ્યું હતું હાર્દિક પટેલ એ અમિત શાહ ની વિરુદ્ધમાં.આવનારી તારીખ 18થી ઉંઝામાં ભવ્ય હવનની શરૂઆત થવાની છે ત્યારે અહીં આ પ્રસંગે એ હાર્દિક પટેલ અને અમિત શાહ એક સાથે ભેગા થઈ શકે છે.ઉંઝાં ઉમિયા માતાના મંદિરે યોજાનારા હવનમાં અમિત શાહ પણ હાજર રહેશે.જેથી તેમની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.


જોકે પાટીદાર સમાજ એ સુરક્ષાની જવાબદારી ઉઠાવી હતી.પાટીદાર સમાજના આ આયોજનમાં રાજ્ય સરકાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે.જોકે આ હવનમાં હાર્દિક પટેલ પણ પ્રથમ અને ત્રીજા દિવસે આવવાના છે અને તેમણે પાટલામાં યજમાન તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.ત્યારે અમિત શાહ પણ પ્રથમ અને ત્રીજા દિવસે આવવાના છે ત્યારે બંને અલગ અલગ પક્ષનાં નેતાઓ વચ્ચે કાઈ થાય નહીં તે માટે કળી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.અહીં સૌથી અગત્ય ની વાત એ થઈ છે થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું જેનાથી આ સમગ્ર મામલો વધારે ઉગ્ર બન્યો હતો.આવો જાણી લઈએ આ મામલે હાર્દિક પટેલ એ સુ કહ્યું હતું.

મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે.આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે.ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી અપલોડ કરીને ઉશ્કેરણી કરી છે.જેમાં લખવામાં આવ્યું છે કે મા અમે તૈયાર છીએ.તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું  ત્યારે અહીં આ કાર્યક્રમમાં અમિત શાહ પણ આવવા ના છે જે ને લઈને આ મુદ્દો ઘણો ઉશ્કેરાયો હતો.પાટીદાર નવ યુવાનોમાં ઘણો રોસ જોવા મળ્યો છે.

જોકે અહીં હાર્દિક પટેલ દ્વારા અમિત શાહ કે અન્ય કોઈ વ્યક્તિઓ પર સીધો પ્રહાર નથી કરાયો પરંતુ આમ છતાં પણ આ સૌને ધ્યાનમાં રાખીને શાહની સિક્યુરિટીમાં વધારો કરી દેવાયો હતો.આમ હાર્દિકે શાંતિમાં પલિતો ચંપાય ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા હતા તે રીતે ફરી એકવાર રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જોકે હાર્દિક પટેલ એ કોઈ પણ રીતે આંદોલન માટે અથવાતો યુવાનોને ઉશ્કેરવાનું કામ નથી કર્યું પરંતુ અહીં કેહવાય છે કે અમુક વિચિત્ર લોકોએ ખોટી રીતે આ વાત ને ફેલાવવાની કોશિશ કરી હતી.અહીં એવું કહેવાય છેકે અનામત આંદોલન વખતે હાર્દિક નું અનામત માંગવું ખોટું નહતું પરંતુ અનામત માંગવાનો રસ્તો ખોટો હતો તેવું ઘણાં સમાજ નાજ લોકો નું કહેવું હતું.ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેર્યા હતા.ગુજરાતમાં તોફાનો થયા અને ૧૪ જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.


ત્યારે આ લોકો ને યાદ કરતાં હાર્દિક પટેલ એ એક પોસ્ટ મૂકી હતી જેને લોકોએ ખોટાં વિચારવાળી પોસ્ટ ગણાવી લોકોને જણાવ્યુંકે હાર્દિક પટેલ સહિત નાં કાર્યકરો કંઈક ઊંધું કરી રહ્યાં છે જોકે તેવું કાઈ હતુંજ નહીં.પરંતુ આવું કાઈ હતુંજ નહીં.હાર્દિક પટેલ દ્વારા અમિત શાહ ને કોઈ પણ રીતનો સીધો પ્રહાર કરાયો હતો નહીં.ત્યારે આવાત તો હતી લોકો દ્વારા કરવામાં આવેલ જુઠાણું ની સત્ય હકીકત હવે જાણી લઈએ અમિત શાહ નો આ પ્રવાસ શા માટે રદ્દ થયો હોય તેમ લાગી રહ્યું છે.અથવા શા માટે રદ થઈ શકે.આવો જાણી લઈએ.પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધના પગલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.નાગરિક સંશોધન એક્ટને પગલે છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે.જેના ચલતે અમિત શાહ ગુજરાત દોરો રદ કરી શકે છે તેવું કહેવું છે. પરંતુ હજી તે ફાઇનલ થયું નથી.

Wednesday, December 18, 2019

નાગરિકતા સંશોધન કાયદા બાદ હવે મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવાદિત નાગરિકતા સંશોધન કાયદાને લઈને કહ્યું કે કાયદાને 130 કરોડ નાગરિકોનું સમર્થન મળ્યું છે. ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ અનેક એવા નિયમોનો અમલ કરી શકે છે જેને લઈને વિવાદ થઈ શકે છે.


  • ભાજપે ચૂંટણી મેનિફેસ્ટોમાં જણાવી છે આ વાત
  •  મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય
 નાગરિકતા સંશોધન કાયદાને 130 કરોડ નાગરિકોનું સમર્થનઃ અમિત શાહ

2019માં સત્તામાં આવવા માટે ભાજપે પોતાના ચૂંટણીના મેનિફેસ્ટોમાં કેટલીક બાબતોને લઈને વાત કરી હતી. શક્ય છે આ વાત પર હવે મોટા નિર્ણય લેવામાં આવે.

ત્રિપલ તલાક

જુલાઈમાં સંસદમાંથી ત્રિપલ તલાકને ખતમ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા મુસ્લિમ સમાજને એક સાથે ત્રણ વાર છૂટાછેડા બોલીને છૂટાછેડા લેવાની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2017 માં સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો. 2019 ની ચૂંટણીમાં ભાજપે તેના ઠરાવ પત્રમાં વચન આપ્યું હતું કે તે "ત્રિપલ તલાક અને હલાલા નિકાહની પ્રથાને નાબૂદ કરવા માટે એક કાયદો લાવશે".

કલમ 370

ઓગસ્ટમાં મોદી સરકાર દ્વારા નાટકીય રીતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું. કલમ 37૦ નાબૂદ કરવું એ પણ ભાજપનું ચૂંટણી વચન હતું. લોકસભા ચૂંટણી 2019 ના મેનિફેસ્ટોમાં બીજેપીએ કહ્યું હતું કે, "અમે જનસંઘના સમયથી કલમ 37૦ રદ કરવાના આપણા અભિગમને પુનરાવર્તિત કરીએ છીએ".

રામ મંદિર

નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીનના રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે "આ નિર્ણયથી એક નવી સવારનો જન્મ થયો છે". તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં, બીજેપીએ પણ રામ મંદિર વિશે વચન આપ્યું હતું કે તે "બંધારણના કાર્યક્ષેત્રની અંદરની બધી સંભાવનાઓનું અન્વેષણ કરશે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તમામ પ્રયત્નો કરશે".

નાગરિકતા સંશોધન બિલ

આ જ મહિનામાં સંસદે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાના બિલને મંજૂરી આપી હતી. ભાજપે તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં "પડોશી દેશોમાં સતાવણી સહન કરતી ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા માટે" કાયદો ઘડવાનું વચન આપ્યું હતું. જે ભાજપે પૂર્ણ કર્યું છે. હવે એવા મુદ્દાઓ પર વિચાર કરીએ કે જે ભાજપના મેનિફેસ્ટોમાં હતા અને જેના આધારે ભાજપ આગળ વધી શકે.

સમાન નાગરિક સંહિતા

ભાજપે પોતાના સમાન નાગિરક સંહિતા (Uniform Civil Code)ને લઈને પણ ચૂંટણી સમયે વાયદો કર્યો હતો. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 44માં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે. ભાજપનું માનવું છે કે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન થાય ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવે. તે તમામ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને ભાજપ સમાન નાગરિક સંહિતા લાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કરે છે.

આખા દેશમાં NRC લાગુ

ભાજપના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર સ્થળાંતરને લીધે, ઘણા વિસ્તારોમાં વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને ભાષાકીય ફેરફારો થયા છે, જેના કારણે સ્થાનિક લોકોની આજીવિકા અને રોજગાર પ્રભાવિત થઈ રહ્યા છે. અમે આ ક્ષેત્રોમાં પ્રાધાન્યતા સાથે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝનશીપ તૈયાર કરીશું. ભવિષ્યમાં દેશના અન્ય ભાગોમાં પણ એનઆરસી લાગુ કરવામાં આવશે.


અમિત શાહ ગુરુવારે રાજ્યની મુલાકાતે આવે તેવી સંભાવના છે

amitshah go back


કેન્દ્રીય ગૃહ પ્રધાન યુ.માં પાટીદાર ઉત્સવમાં ભાગ લે તેવી અપેક્ષા Jંઝા અને નામો અંગે ચર્ચા કરવા ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી બે દિવસીય પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લા એકમના પ્રમુખ નાગરિકત્વ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે સુધારો કાયદો, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંભવ છે ની બે દિવસીય યાત્રા પર ગુરુવારે અમદાવાદ પહોંચો ગુજરાત. Jંઝામાં પાટીદાર ઉત્સવમાં ભાગ લેવા ઉપરાંત,

શાહ ભાજપના નેતાઓ સાથે શોર્ટલિસ્ટના નામ માટે બેઠક કરશે નવા શહેર અને જિલ્લા એકમના પ્રમુખોની. નવા ગુજરાત ભાજપ પ્રમુખના નામ પણ તેમના પર રહેશે કાર્યસૂચિ. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે શાહની વી દરમિયાન જ પાર્ટીના શહેર અને જિલ્લા પ્રમુખપદના નામોની પસંદગી કરવામાં આવશે બેસવું. પસંદગીની અંતિમ પ્રક્રિયા જાન્યુઆરી પછી શરૂ થશે 15, ઉત્તરાયણ, જે શુભ હિન્દુ કાળની શરૂઆત દર્શાવે છે. અગાઉ, પક્ષનું પુનર્ગઠન થવાનું હતું ડિસેમ્બર પરંતુ સામે ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને સીએએ અને એનઆરસી, નેતૃત્વએ પ્રક્રિયા જાન સુધી મુલતવી રાખી છે યુરી, સૂત્રોએ જણાવ્યું હતું.

તેઓ મંડળની પ્રમુખ કક્ષાના હોદ્દેદારોની નિમણૂક માટે ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યા છે. પાર્ટીએ નીચલા કક્ષાના કાર્યકરોની નિમણૂક શરૂ કરી દીધી છે. તેમ છતાં, તે શહેર અને જિલ્લા કક્ષાએ યોગ્ય ચહેરાઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થાય તે પહેલાં રાજ્યની કુલ સંખ્યાના અડધાથી વધુ ભાગમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી જોઈએ. બીજેપીની રાષ્ટ્રીય પરિષદની બેઠક ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં અપેક્ષિત છે જ્યાં ક્યાં તો નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે, અથવા તો તેમની નિમણૂકને બહાલી આપવામાં આવી છે,

જો તેણીના સંસદીય બોર્ડ દ્વારા પહેલેથી જ નામ લેવામાં આવ્યું હોય, તો પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા. ભાજપના અધ્યક્ષ અમિત શાહ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના મંત્રીમંડળમાં સામેલ થયા પછી, પાર્ટીએ વરિષ્ઠ નેતા જે પી નડ્ડાને તેનું કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરી. પાર્ટીમાં "એક વ્યક્તિ એક પદ" નો ધોરણ હોવાને કારણે માનવામાં આવે છે કે શાહ સંગઠનાત્મક મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડા માટે રસ્તો કા makeી શકે છે.